Digital...
Digital...


આખે આખો માણસ ડિજિટલ,
સંબંધો ડિજિટલ, વર્તન ડિજિટલ,
મનના મણકાનો રણકાર પણ ડિજિટલ,
આન ડિજિટલ, શાન ડિજિટલ,
આજના ખાનપાન પણ ડિજિટલ,
શબ્દોના તીર કમાન ડિજિટલ,
અરે, હાઈ હેલોના સાદ પણ ડિજિટલ,
હૈયાનું માખણ ઓગળી રહ્યું છે,
ચીઝ જેવું બન્યું હૃદયનું ગામ ડિજિટલ,
ભણવાનું ડિજિટલ, રમવાનું ડિજિટલ,
પરીની વાર્તા ગઈ હવે,
આવ્યું ગુડ નાઈટ ડિજિટલ,
લાઈક કરશો તો લાઈક કરું,
ફોલો કરશો તો ફોલો કરું,
એવો લાગણીનો વ્યવહાર ડિજિટલ,
હાથમાં ગુલાબ હવે નહીં,
મેસેજ દ્વારા પ્રેમ પ્રપોઝલ ડિજિટલ,
ફોનમાં દેખાતા લાડા લાડી,
અરે, મેરેજ પણ ડિજિટલ,
માણસ સાથે માણસાઈ ખોવાઈ છે,
શોધી આપો તો ઈનામ પણ ડિજિટલ,
ખમ્મા કરો,
રહેવા દેજો સ્મિત કોરુંકટ,
ના ચઢાવજો એને વરખ ડિજિટલ.