ન હોય ?
ન હોય ?
1 min
300
હોય, ન હોય ?
સત્યાવીસમો અક્ષર હોય ! ન હોય ?
પત્તામાં ત્રેપનમું પાનું હોય ! ન હોય ?
આંખોમાં તો અવિરત સ્મિત મલકતું,
પાંપણ પાછળ તળાવ હોય ! ન હોય ?
ઝીણું જંતર અંદર અનાહત નાદ કરે,
ઝાલર ઝણક્યો સુનકાર હોય ! ન હોય ?
પ્રબુદ્ધ નયને ઝરે નર્યો સૌમ્ય શાંત રસ,
એ બુધ્ધ નું નૃત્ય પણ હોય ! ન હોય ?
તન-મન આખું મયુર બની થનગન કરે,
એ મીરા તારું મૌન પણ હોય ! ન હોય ?
હૈયાં ફરતા હીબકાં ફરે જલકમલવત,
પાંદડું પાણીથી ભિંજાતુ હોય ! ન હોય.
રાધે-રાધે રટતી આંગળી કરે શંખનાદ,
કાંઈક કાળજું વિંધાતુ ય હોય ! ન હોય ?