Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

puneet sarkhedi

Abstract

4  

puneet sarkhedi

Abstract

આંખોને વહાવી હોય છે

આંખોને વહાવી હોય છે

1 min
318


આયના સામે જ આંખોને વહાવી હોય છે,

લાગણીઓને અમે ભીતર દબાવી હોય છે...


સાંજ પર આખું જ ફળિયું સુનકારી થઈ ગયું,

આજ એણે દીકરી ત્યાંથી વળાવી હોય છે...


મોત પર પણ કોઈ ગમ હોવો જરૂરી તો નથી,

અવસરે એ જિંદગીને પણ નમાવી હોય છે...


ફાયદા માટે જ તો વેપાર થાતો હોય છે,

લોભ માટે તો અહીં અફવા ચલાવી હોય છે...


એ કબર પાછી અહોભાગી હશે, નામી હશે,

બુતમાં પણ એક કહાણીને સજાવી હોય છે...


ભાર સઘળો કેમ એકલ જગનાં સાચા તાત પર ?

તોય ધરતી પર મહેનતને જ વાવી હોય છે...


'નિત'નો મિજાજ છે વાતાવરણ સાથે સદા,

રણ, સમંદર, તટ મહેફિલો જમાવી હોય છે.


Rate this content
Log in