STORYMIRROR

puneet sarkhedi

Abstract

3  

puneet sarkhedi

Abstract

તોફાનમાં

તોફાનમાં

1 min
224

નાવડી કાંઠાને શોધે ભાનમાં,

કેમ જીવન વિતશે તોફાનમાં,


ત્યાં જવાનું તો વહેલુ રાખશું,

જો સરગ બોલાવશે સન્માનમાં,


તોય જીગર સત્ય માટે છે હજી,

સળ હતી વરસો લગી જુબાનમાં,


ગોઠવું છું લાગણી સંબંધ પર,

ને ઢળે વખતોવખત ધનવાનમાં,


મુફલીસી બાઅદબ આવી ગઈ,

ઈશ્કની થઈ બંદગી આઝાનમાં,


નટ, બજાણીયા અને જોકર ઘણાં,

જિંદગી ભજવે ઘણા અરમાનમાં,


દર્દને માંજી ઘસી નવલું કરો,

શું ખબર ક્યાં એ ટકે ગુમાનમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract