'વેલેન્ટાઇન ડે'ના ઊખાણાં
'વેલેન્ટાઇન ડે'ના ઊખાણાં
આગવા પ્રેમની અભિવ્યક્તિ ટાંકું શબ્દોના ટાંકણે,
છીસરા પ્રેમની નખશિખ નાત અંગે અંગ બાંકડે.
હૈયે ફૂટ્યો ફુવારો છીસરા પ્રેમેં દરિયો દિલ દુલારો,
બોલી સ્પર્શની ભાષા વાલમેં વાગોળ્યો સાથ દુલારો.
નખરે આચારે માન મર્યાદે મોટેરાંને ધિકારે,
ભાન ભૂલી વિચારે મળ્યા ચોખટે ઘૂંટયા દર્દ દીદારે.
તરસને લગાડે આગ રણમાં ખીલવે છે ગુલ ગુલાબો,
બળતા બદને તરસાતી હેલીએ ગાય રાજ દરબારો.
ફટાણાં આંગણે ફૂલેકાં શરણાઇએ ખીલવે જાત કજાતો,
વેલેન્ટાઇ વધામણે વાલમ વાગોળે છોડી લાજ મલાજો.
પરદેશી પાણી તરસતી સંસ્કૃતિ નેવાં નીચે જાણી,
ઉભરા જળ દુષ્કાળે ગાય મેઘ મલહારે પ્રીત પિછાણી.