જીવનનાં અંતમાં
જીવનનાં અંતમાં


હુું હારવાનો આ જીવનના અંતમાં,
હું તને દિલાસો આપવાનો જીવનના અંતમાં.
આ ગુલાબી ઠંડીની અસર એ શોધવા,
નીકળ્યો છું ડાળ લીલી કાપવા, જીવનનાં અંતમાં.
હું છું હુકમનો એક્કો,એટલે,
સાથ કાયમ આપવાનો, જીવનનાં અંતમાં.
મારી સાથે કોણ છે છેલ્લે એ જાણવા,
આ "દર્શ" છેલ્લી રાત જાગવાનો, જીવનનાં અંતમાં.