Gunvant Upadhyay

Inspirational

4.1  

Gunvant Upadhyay

Inspirational

હવડવાવ જેવું

હવડવાવ જેવું

1 min
20.6K


કબૂતર છે ભોળું હવડવાવ જેવું;

જે ઊતરે ના જલદી એવા તાવ જેવું !

નદી છે; કિનારેય છે ઘાટ પાક્કો--

જવા પાર મળતું નથી નાવ જેવું !

ઝળળ જળ છે તેં એવું કહેલું--

જઈને જ્યાં જોયું તો દેખાવ જેવું !

જરા પગલું માંડ્યું તો ખરડાયા એવાં---

રુઝ્યું ના કદીયે ઊંડે ઘાવ જેવું !

નથી જાણતો કે કયે ભવ ચઢેલો---    

હજું પણ શું આપ્યા કરું દાવ જેવું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational