Mehul Anjaria

Inspirational

4.3  

Mehul Anjaria

Inspirational

હવેતો બસ એક જ કામ છે

હવેતો બસ એક જ કામ છે

1 min
1.3K


વાત જાણે આમ છે, ચર્ચા ખુલ્લેઆમ છે.

હવે તો બસ એક જ કામ છે.


ભજવા તો રામ છે, પણ મનને ક્યાંં આરામ છે,

દૂર એનુું ગામ છે, આપણે તો અહ્યાં જ ચાર ધામ છે.

હવે તો બસ એક જ કામ છે.


ઉંચેરા દામ છે, તોય છલકતાંં જામ છે,

તૂટેલી હામ છે, ને જીવન સંગ્રામ છે.

હવેતો બસ એક જ કામ છે.


નથી કંઈ પૂર્ણ, અલ્પ આ વિરામ છે,

અમૃતનું નામ છે, બાકી તો વિષપાન છે.

હવેતો બસ એક જ કામ છે.


મનની જો વાત કરું, તો છુટ્ટી લગામ છે,

હોય જો બદનામ, તો ય એક નામ છે.

હવેતો બસ એક જ કામ છે.


હસવુું હસાવવું જેનો તકયા કલામ છે,

વ્હાલથીય વ્હાલા સાથી, તને સો-સો સલામ છે.

હવેતો બસ એક જ કામ છે.


મારો તો એક જ આયામ છે, પ્રેમથી સૌને પ્રણામ છે.

હવેતો બસ એક જ કામ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational