અસ્તિત્વ
અસ્તિત્વ
તારા ચહેરા પર ઝૂલતી લટોમાં, મારું અસ્તિત્વ ઝૂલી રહ્યું છે,
તારા પ્રેમના રંગમાં રંગાઈને જાણે, મારું વ્યક્તિત્વ ખુલી રહ્યું છે.
ભરીને ઠાંસોઠાંસ તારા પ્રેમને, મારું હૃદય ફૂલી રહ્યું છે,
ધબકતાં રહેવું જરૂરી છે તેણે પણ, કદાચ એ ભૂલી રહ્યું છે.
આમતો ધડકન બની છે તું આ દિલની, વાત કબૂલી રહ્યું છે,
તને પ્રેમ શું કર્યો મેં દિલથી મારા, કિંમત બરાબર વસૂલી રહ્યું છે.
વાચા તો હોય નહીં સાંભળે તું ક્યાંથી, વિરહની વેદના બોલી રહ્યું છે,
થયું છે અસ્થિર ગુમાવી આધાર તારો, ને તું માને ખુશીથી ડોલી રહ્યું છે.
થયું છે ભારે હૃદય મારું આજે, નક્કી અંદર કંઈ ચાલી રહ્યું છે,
હોય તારો પ્રેમ જ્યારે એક પલ્લામાં, નકામું તોલી રહ્યું છે.