બોલને..
બોલને..
1 min
13.7K
શું છે મનમાં બોલને,
રાઝ દિલના ખોલને..
લાગણી ને પ્રેમથી,
પ્રેમ મારો તોલને..
સુરમયી છે આ સફર,
સંગ તાલે ડોલને..
તું જ મારી જિંદગી,
તું ય આવું બોલને..
રાહ જોવે આંગણું,
બારણાને ખોલને..
ઝંખના તારી મને,
માન 'તન્હા' કોલને..