ખૂબ હંફાવ્યા કરે છે જિંદગી
ખૂબ હંફાવ્યા કરે છે જિંદગી
ખૂબ હંફાવ્યા કરે છે જિંદગી,
શ્વાસ ફૂંકાવ્યા કરે છે જિંદગી.
સ્વપ્ન આવી આંખમાં તૂટે નહીં,
એટલે જાગ્યા કરે છે જિંદગી.
જીવવાનું જ્યાં હજી શીખી જરા,
મોત બોલાવ્યા કરે છે, જિંદગી.
આંકડાઓનું ગણિત એવું શીખી!
શૂન્યથી ભાગ્યા કરે છે જિંદગી.
બેસ પાસે બે ઘડી વાતો કરું,
મૌન ક્યાં ભાગ્યા કરે છે જિંદગી?
જ્યારે કાગળ પર લખેલી હોય છે,
જિંદગી લાગ્યા કરે છે જિંદગી.