માની મમતા
માની મમતા
'મા' તારા ઉપકારની તોલે કોઈ ના આવે.
'મા' તારું ૠણ ચૂકવવાનું કોઈને ના ફાવે.
પ્રેમતણી તું પરાકાષ્ઠા સ્વાર્થથી લાગે દૂર,
'મા' તારા અંકે બેસવાનું દેવનેય લલચાવે.
ત્યાગ તારો સંતાન કાજે કલમને હરાવે,
'મા' તારી મૂક આશિષ સદા તું વરસાવે.
હિત સંતાન સદૈવ ઇચ્છનારી પ્રેરણામૂર્તિ,
'મા' તારું આંખનું અમી ક્યાં નજર આવે?
ખુદ વૈંકુંઠવાસી હરિ પણ ઝંખે તારું વહાલ,
'મા' તારાવિણ શબ્દો મીઠા કોણ સંભળાવે?
પ્રેમને બલિદાનની પ્રતિમા ઇશથીય તું અધિક,
'મા' તારા 'બેટા' ઉચ્ચારે ખુદ પ્રેમ પણ શરમાવે !