STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

રસ્તો નીકળશે.

રસ્તો નીકળશે.

1 min
17.5K


વ્યવસ્થા કર્મની તું સમજ કૈંક રસ્તો નીકળશે,

તું બજાવતો રહેજે ફરજ કૈંક રસ્તો નીકળશે.


કર્મપથનો પથિક છે તું રાહી વિજય વરનારો,

તું અનુસરજે તારા અગ્રજ કૈંક રસ્તો નીકળશે.


કર મુકાબલો મુસીબતથી રાખી હિંમત હૈયામાં,

વખતે કરજે હરિને અરજ કૈંક રસ્તો નીકળશે.


નીકળશે ઘણાં તારી ટીકાઓ કરી રોકનારાંઓ,

ગણી લેજે એને સમાન રજ કૈંક રસ્તો નીકળશે.


ન્યાય અન્યાય તોળનારો કાજી છે ઉપરવાળો,

તું જાતે ન બનીશ કદી જજ કૈંક રસ્તો નીકળશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational