STORYMIRROR

Deviben Vyas

Inspirational

5  

Deviben Vyas

Inspirational

ગામડું

ગામડું

1 min
864

ગામડું તો ગામડું છે, શહેર સાથે તોલશો ના,

વાત એની થાય તો ના, શહેર માટે તોડશો ના, 


ગામડામાં ગૂંજતી, લીલાશ લોભાવે દિલોને,

કૂજતાં પંખી ચહેકે, શહેર સાટે મોલશો ના,


જંગલો શાને કરો, સિમેન્ટના વિનાશ વેરી,

મુક્ત પવનોની મજાને, શહેર સજવાં રોળશો ના,


જે પ્રદૂષણ શહેરમાં છે, ગામડામાં એ નથી તો,

શુદ્ધ એ વાતાવરણને, શહેર જોઈ ડ્હોળશો ના,


લાગણી ને પ્રેમ કેરી ભાવના ઉદ્દાત્ત સુંદર,

સ્નેહ નિર્મળતા ભરેલો, શહેર ભેગો ચોળશો ના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational