STORYMIRROR

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

માધવની મસ્તી

માધવની મસ્તી

1 min
330

માધવ, તારી મસ્તીમાં મસ્ત રંગાયું મનડું,

મોહન, તારી મોહિનીમાં મસ્ત મોહાયું મનડું,


મારા ચિતડે કોલાહલ છે, તારી માધુરીનો,

મારા દિલડે ચહલપહલ છે, તારી બાંસુરીનો,

કાનુડાની કામણગારી આંખે લોભાયું મનડું,

માધવ, તારી મસ્તીમાં, મસ્ત રંગાયું મનડું,


બેચેન બનાવે જાદુઈ તારા શબદ તણું ગુંજન એ,

રોજ નચાવે અંતર મર્દન, શ્યામ મધુરું કૂજન એ,

ક્રિષ્ના, તારી કારીગરીમાં, અજબ ભેદાયું મનડું,

માધવ, તારી મસ્તીમાં, મસ્ત રંગાયું મનડું,


અંગભંગીથી રસેશ્વર, રાસ રમાતો ઉરમાં,

કાલાઘેલા બોલે નટખટ, ઉજાસ રચાતો મનમાં,

ગીતાના ગાને યોગેશ્વર, સજલ ધોવાયું મનડું,

માધવ, તારી મસ્તીમાં, મસ્ત રંગાયું મનડું.


Rate this content
Log in