કદર
કદર


તું કાર્ય કર, કરશે કદર ઈશ્વર કદી,
તું ભાવ ભર, કરશે કદર ઈશ્વર કદી,
આપ્યું વચન, ગીતા મહીં શ્રીકૃષ્ણએ,
તું યાદ ધર, કરશે કદર ઈશ્વર કદી,
અવતાર લઈ આવીશ જગમાં હું સ્વયં,
તું પુણ્ય ચર, કરશે કદર ઈશ્વર કદી,
કર્તવ્ય ના ભૂલી જતો આ આયખે,
તું કાળ તર, કરશે કદર ઈશ્વર કદી,
છે પુણ્ય કે પાપો તણાં લેખા અહીં,
તું લેશ ડર, કરશે કદર ઈશ્વર કદી,
સંસાર છે માયા તણું, બસ ઢાંકણું,
તું વહેંત ફર, કરશે કદર ઈશ્વર કદી,
જે મારશે એ તારશે, વિશ્વાસ બાંધ,
તું શોધ સ્વર, કરશે કદર ઈશ્વર કદી.