STORYMIRROR

Deviben Vyas

Inspirational

4  

Deviben Vyas

Inspirational

મોતી

મોતી

1 min
384

પામવું મોતી અગર તો, તળ સુધી જા એકલો,

શોધવું મોતી અગર તો, તળ સુધી જા એકલો,


થાય મરજીવો, મળે છે તો જ મોતી ભેટમાં,

દેખવું મોતી અગર તો, તળ સુધી જા એકલો,


છબછબિયાઓ કરો દરિયા કિનારે વ્યર્થ એ,

થામવું મોતી અગર તો, તળ સુધી જા એકલો,


કિંમતી છે વસ્તુ એ, મહેનત કરે સમજાય એ,

મોલવું મોતી અગર તો, તળ સુધી જા એકલો,


જાતને મૂકી દઈને, હોડમાં દરિયા મહીં,

જોડવું મોતી અગર તો, તળ સુધી જા એકલો,


છે કસોટી રાહમાં, સમજી સકલ ને ચાલવું,

ધારવું મોતી અગર તો, તળ સુધી જા એકલો,


માર્ગ થોડો આકરો છે, પણ નથી મુશ્કેલ એ,

માણવું મોતી અગર તો, તળ સુધી જા એકલો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational