STORYMIRROR

Deviben Vyas

Inspirational

4  

Deviben Vyas

Inspirational

ફર્ક શું પડતો ?

ફર્ક શું પડતો ?

1 min
229

મઝધાર હો કે હો કિનારો, ફર્ક શું પડતો અમારે ?

સંસાર પણ આપે સહારો, ફર્ક શું પડતો અમારે ?


વિશ્વાસથી ભરપૂર છે, ને આશ છે ઉરમાં ભરી છે,

અધાર હો કે હો ઝગારો, ફર્ક શું પડતો અમારે ?


હિંમત તણો અનમોલ છે, ઉરમાં ખજાનો એટલે તો,

હો એકલો કે હો હજારો, ફર્ક શું પડતો અમારે ? 


આધાર છે સત્કાર્યનો, ને ધર્મ પર રાખી નજરને,

આવાસ હો કે હો ઉતારો, ફર્ક શું પડતો અમારે ?


ઉંચી ઉડાનો કે વિહારો હો ભલે ધરતી ઉપર પણ,

આકાશ આખું કે સિતારો,ફર્ક શું પડતો અમારે ?


નડતાં નથી કોઈ ગ્રહો,પણ જે નડે ખુદના સ્વભાવો,

આડો બનાવે જે નકારો, ફર્ક શું પડતો અમારે ?


ટોળાં બનીને આવતી,ઘેટાં તણી વાતો ઘણીયે,

થઇ એકઠી આવે કતારો, ફર્ક શું પડતો અમારે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational