STORYMIRROR

Deviben Vyas

Drama

4  

Deviben Vyas

Drama

ઈશના દરબારમાં

ઈશના દરબારમાં

1 min
235

સૌંદય કેરો છું ઉપાસક, ઈશના દરબારમાં,

માધુર્યનો હું છું જ ભાવક, ઈશના દરબારમાં,


છે મુખ ઉપર બસ એટલે તો લાલિમા લથબથ ભરી,

ઔદાર્યતાથી મર્મ સાધક, ઈશના દરબારમાં,


જીવન તણી ઘટમાળને જોયાં કરું છું એટલે,

નિર્ઝર્ય ઝરતો નાદ પાલક, ઈશના દરબારમાં,


નાહક નથી કરતો કદી ચિંતા, થવાનું હોય ત્યાં,

સ્વીકાર્ય કરતો છું ઉદારક, ઈશના દરબારમાં,


આપ્યું મફતમાં ઈશ્વરે, તેથી નથી કિંમત અહીં,

શિરધાર્ય રાખીને એ વ્યાપક, ઈશના દરબારમાં,


કાલે હતું,એ આજ ના, દરરોજ પરિવર્તન થતું,

અવતાર્ય પામ્યો છું એ પાવક, ઈશના દરબારમાં,


બસ પ્રેમની દુનિયા મળે, જીવી જવું છે મોજથી,

સોહાર્યથી હો અચાનક, ઈશના દરબારમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama