વાત કરું આપની
વાત કરું આપની


નથી સમજાતું આજ કે હું શું વાત કરું આપની,
રોકાય જાય જો વખત તો ફરિયાદ કરું આપની,
ખૂટેલી ધીરજમાં સર્જાય છે નોખી એક અધીરપ,
ઉડવાની પાંખ મળે તો ગગનને વાત કરું આપની,
આપ વિના એક ડગલુંયે મૂક્યું નથી ક્યાંય એકલું,
ખાલી હૈયાની કોરે એકાદ મીઠી યાદ ભરું આપની,
નથી કોઈ સમીપ કે આપને દેખું એની નજરમાં,
સમી જાય તોફાન તો વાયરાને વાત કરું આપની,
એકલો અટૂલો ઉભો અટેકણ દઈ આજ દ્વારે,
મળે કોઈ હમરાહ તો મિઠુડી વાત કરું આપની!