STORYMIRROR

Mahendra Rathod

Romance

2  

Mahendra Rathod

Romance

વાત કહેવા હુંયે ઉભો તો ...

વાત કહેવા હુંયે ઉભો તો ...

1 min
672




વાત કહેવા હુંયે ઉભો તો વાટ એમની જોઈને.....

વાત અમારી સાંભળી ક્યાં ને વાત સમજાવી ગયા,


આહટ એની સાંભળતો જ્યાં ...હૈયું તેજ ધબકતું...

લટ પાછળની પાંપણ દેખી ઉપવન આખું મહેકતું....

બારશાખની ભીતર થઈને છાબે પાંદડીઓ ભરતો

રસ્તો ઓચિંતો બદલીને પાંદડીઓ કરમાવી ગયા...

વાત કહેવા હુંયે ઉભો તો........


પડછાયાની પાછળ પાછળ.... હુંએ પગલાં ભરતો

ક્યાંક અચાનક ફરે ના પાછા એવું વિચારી ડરતો

એમ હતું મુજને કે મારી યાદોમાં એ નિત રડશે..

હસતા મુખડે મળી કોઈને અમને ભરમાવી ગયા...

વાત કહેવા હુંયે ઉભો તો......


વાત કહેવા હુંયે ઉભો તો વાટ એમની જોઈને.....

વાત અમારી સાંભળી ક્યાં ને વાત સમજાવી ગયા!


Rate this content
Log in

Similar gujarati poem from Romance