ઝુરાપો
ઝુરાપો


ભીડ વચ્ચે ભયાનક એકલતાનો ઝુરાપો કોને કહું ?
ઘટાદાર વૃક્ષમાં એક પીળા પાનનો ઝુરાપો કોને કહું ?
એ વચન આપીને ગયા છે ત્યારની હું અહીં જ ઉભી છું,
મારા તપ ને આ વિરહની બળતરાનો ઝુરાપો કોને કહું ?
ને અમર્યાદ ઉછળતા સાગર જેવી મારી આ તન્હાઈ,
મારી તિવ્ર પ્યાસની પરાકાષ્ઠાનો ઝુરાપો કોને કહું ?
માળી જ કઠિયારા બની બેઠા હવે ગુલશન ગુલશન,
મુરઝાયા પહેલાંની આ ભેદી વ્યથાનો ઝુરાપો કોને કહું ?
ઉંમરના અંતિમ ઓવરે મારા જ ઘરમાં છું હું અજનબી,
વૃદ્ધત્વમાં આવી પડેલી આ અવસ્થાનો ઝુરાપો કોને કહું ?
એક "પરમ" દર્દના કિનારે અટકી જર્જરિત નાવ મારી,
તારા મિલન સુધીના "પાગલ" પનનો ઝુરાપો કોને કહું ?