Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

ઠોકર

ઠોકર

1 min
6


એ લાગે ને ત્યારે મુસીબત સાથે ત્રાસ મળે છે,

ઠોકર પછી જ એક અનુભવ ખાસ મળે છે.


દરિયામાં સફર કરી ત્યારે તો ખબર પડી,

પાણી વચ્ચે રહીને પણ અહીં પ્યાસ મળે છે.


સૂરજને સાધવો એમ ક્યાં છે સાવ સહેલો,

અંધારાના અનુભવ પછી જ અજવાસ મળે છે.


ને પીડા પ્રસૂતિ સમ ભોગવે છે કવિઓ પણ,

જ્યારે મુશ્કેલીથી એક શબ્દ થકી પ્રાસ મળે છે.


પરિશ્રમ ને પરસેવાનું મૂલ્ય એને જ અંકાય,

થાક્યા પછી જેને જરાક નવરાશ મળે છે.


અફવાઓના સિક્કાઓનું ચલણ વધી ગયું,

સર્વત્ર ભરોસાની જગ્યાએ અંધવિશ્વાસ મળે છે.


છોડો કૃષ્ણ ને,કૃષ્ણત્વ પરખાય જાય તો બસ,

પછી જ દુઃખ સુખનો એક મહારાસ મળે છે.


"પરમ" પથ પર ચાલનાર છે કેટલા અહીં,

લાખો કરોડોમાં એકાદ "પાગલ" ખાસ મળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational