મા! તું શ્રેષ્ઠ છે
મા! તું શ્રેષ્ઠ છે
તારી મમતાની તાકાતે વિશ્વને તું જ વિસ્તારી શકે,
પોતાના સારા કર્મએ કુળને અનોખી રીતે તારી શકે.
જીદ કરે બાળક કે મારે આ જોઈએ જ છે ગમેતેમ,
જો હઠ હોય ખોટી તો એની અગન તું જ ઠારી શકે.
માટીથી માટલું કુંભારના મહેનત 'ને આવડતથી બને,
એમ ભગવાનને મોકલેલ જીવને મા જ મઠારી શકે.
રમી, ભણી કે કામ કરી જ્યારે બની જાવ લોથપોથ,
થાકનો બોજ તો માનો ખોળો જ ભાર ઉતારી શકે.
ક્યારેક તને પણ નોધારી કરી મૂકે છે તારા પોતાના,
વાત આવે સંતાનના સંકટની ખુદાને તું લલકારી શકે.
વીરના ગુણ એમ જ નથી ગવાતા મા વગર કોઈના,
મા જીજાબાઈ બની શિવાજીને તું જ આકારી શકે.
ઓછું નથી અંકાતું એક પણ માનું મૂલ્ય આ જગમાં,
દુર્ગા તણી જગત જનની બની રાક્ષકોને સંહારી શકે.
નવ મહિને એમ જ જન્મ નથી આપી દેતી આ મા,
અસ્તિત્વમાં હોય તો જ ભગવાન જન્મનું ધારી શકે.
તારા પ્રેમનું પ્રાગરણ ખૂબ મોટું છે વિશ્વ કરતા પણ,
નથી પડવા દીધી ખોટ કશી એટલે તને ધિક્કારી શકે.
કહું એક વાત મજાની, તું છો એટલે જગ અસ્તિત્વ,
મા ના પ્રેમાળ સ્નેહ આગળ ભગવાન પરવારી શકે.