Yesha Shah

Inspirational

4  

Yesha Shah

Inspirational

મા - મા તુજે સલામ

મા - મા તુજે સલામ

2 mins
24.6K


મા, તારો અને મારો પહેલો પરિચય એટલે,

તારા ગર્ભ મા વિકસતું હું નાનું બીજ !

મા, તારા અને મારા પહેલા સુખની અનુભૂતિ એટલે,

અપાર સ્નેહ અને વાત્સલ્યથી થયેલો ગર્ભસંસકાર !


મા, તારી ઓળખની મારી પહેલી સ્મૃતિ એટલે,

દુનિયામા અકલ્પનીય કલાકૃતિ એટલે મારી મા !

મા, તારું પહેલું સ્મિત અને મારું રુદન એટલે,

આપણા બંનેના જીવનની નવી શરૂઆત !


મા તને ખબર છે તારું સૌથી મોટું બલિદાન શું છે ?

વર્ષો સુધી તારા માતૃત્વમાં રહેલી ઢીંગલીને સમય આવતા

અલગ કરી પોતાનાથી,

બીજા ને સોંપવાની તૈયારી રોજ કરવી !


મા તને ખબર છે તારી સૌથી મોટી હિંમત શું છે ?

તારી લાડલીને ના ઇચ્છવા છત્તાંય નાની નજીવી ભૂલ પર

ઠપકારવી, સજા કરવી જેથી,

બીજું કોઈ એને કંઈ કહી ના જાય !


મા તને ખબર છે તારો સૌથી મોટો વિશ્વાસ શું છે ?

તારા શીખવેલા કક્કાવારી અને સંસ્કારથી હું જ્યાં હોઈશ

ત્યાં તારી, પરિવારની લાજ રાખીશ !


મા તને ખબર છે તારું સૌથી મોટું દુઃખ શું છે ?

તારી લાડલીના આંસુ, એના જીવનો સંતાપ, દુઃખ અને

એવી અસહ્ય પરિસ્થિતિ મા તારી એની પાસેની ગેરહાજરી !


મા તને ખબર છે તારું સૌથી મોટું સુખ શું છે ?

તારી દીકરીના જોયેલા સપના, જે તારા પણ હતા એનું

પૂરું થવું, અને એના હોઠ પર ખીલતી મુસ્કાન !


મા તને ખબર છે તારું સૌથી મોટું અભિમાન શું છે ?

તારી દીકરીની આવડત અને આપેલા સંસ્કારોની

સમાજના લોકોથી મળતી વાહવાહી !


મા તારો અને મારો સંબંધ એટલે ખરું તો,

દીકરી, સહેલી અને મારી મા થવા સુધીની સફર !

તડકાં છાંયડામા બદલાતા આ સમીકરણો એટલે

બીજું કંઈ નહિ માનું મા જ રહેવું કોઈ પણ પરિસ્થિતિ મા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational