STORYMIRROR

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

લઈને આવે...

લઈને આવે...

1 min
25.9K


પવન ફૂલની તાજગી લઈને આવે, 

ગગનની નવી બાતમી લઈને આવે. 

ઘણાં ઘાવ છે માનવીના હૃદયમાં, 

લખીને ગઝલ સાદગી લઈને આવે. 

નિરાશા હમેશાં મળે માનવીને, 

છતાં આશ એ પારકી લઈને આવે. 

સદા લાગણીની રજૂઆત કરવા, 

હજી એ નવી શાયરી લઈને આવે. 

ને મનથી થયો માનવી સાવ નબળો, 

હવે તન મહીં માંદગી લઈને આવે. 

ને વીતી ગઈ જે ક્ષણો એ સમયમાં, 

સમય એ ક્ષણોની છબી લઈને આવે.

ભરોસો નથી આજ માનવ ઉપર પણ, 

ગમે તે ક્ષણે એ છરી લઈને આવે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational