પ્રેમનું સંગીત
પ્રેમનું સંગીત


જેના મુખ પર સ્મિત, કાયમ હોય છે,
એની સૌ પર જીત, કાયમ હોય છે.
જ્યાં હમેશા પ્રેમવર્ષા થાય છે,
ત્યાં પ્રભુની પ્રીત, કાયમ હોય છે.
હોય ના સમજણ પરસ્પર એ સબબ,
બેઉ વચ્ચે ભીંત, કાયમ હોય છે.
આત્મશ્રદ્ધા હોય જો સંપૂર્ણ તો,
જીતવાની રીત, કાયમ હોય છે.
આપણે 'ધબકાર' ગાવું તો પડે,
પ્રેમનું સંગીત, કાયમ હોય છે.