STORYMIRROR

Umesh Tamse 'Dhabkar'

Others

4  

Umesh Tamse 'Dhabkar'

Others

સત્ય જીવનનું

સત્ય જીવનનું

1 min
633

કાયમી ખુદને જે મળતા હોય છે,

એજ માનવ રોજ હસતા હોય છે,


કાંઇપણ એ ના સમજતા હોય છે,

પ્રેમમાં  જે કોઈ પડતા હોય છે, 


હોય ના વિશ્વાસ જેને ખુદ ઉપર,

જિંદગીભર એ તો રડતા હોય છે,


જે અહમ રાખે નહીં ક્યારેય પણ, 

એ બધાંને પ્રેમ કરતા હોય છે,


સત્ય જીવનનું જે જાણે છે અહીં, 

મુક્ત રીતે એ જ ફરતા હોય છે,


જે  વિચારો શુદ્ધ રાખે છે સદા, 

ઈશના દિલમાં એ વસતા હોય છે.


Rate this content
Log in