લખી ગયો
લખી ગયો
એનાં વિચારોમાં જરા હું શું પડી ગયો,
આખી ગઝલ ત્યારે જ તો ઉત્તમ લખી ગયો.
હું જ્યારથી એને સમજતો થયોને,
ત્યારથી મારા જ પ્રત્યે પ્રેમ એનો બહુ વધી ગયો.
શું હોય સાચો પ્રેમ ? દુનિયાને બતાવવા,
થઇ ગઇ એ રાધા, હું કિશન એનો બની ગયો.
મારી હવે એ જિંદગી થઇ ગઇ છે દોસ્તો,
એ જો ના હો, સમજી જજો કે હું મરી ગયો.
મેં કાળજી લીધી હતી એની દરેક પળ,
તે કારણે એનાં હૃદયમાં હું વસી ગયો.