સરિતા
સરિતા


તું સાગર છે ઘૂઘવતો,
હું સરિતા ખલખલ વહેતી,
તું સાગર ધીરગંભીર,
હું ગુનગુન ગાતી સરિતા,
તું લહેરાતો સૂરસાગર,
હું વહેતી રસધારા,
તું સુખનો થઈ સાગર છલકે,
હું કિનારે છીપલાં વીણતી સરિતા,
તું કરે આંખનો અટકચાળો,
હું શરમથી મરી મરી જાઉં રે,
તું લાગણીઓનું વાદળ,
હું વાદળીની જેમ વરસી જાઉં.