કાનૂડો
કાનૂડો

1 min

229
હંમેશા મીરાંના તંબુરે રાધા નાચી,
સૂર તાલે રાધા તન -મનથી નાચી,
મનનો માણીગર એવો કાળો કાનૂડો,
આજ મનથી માની ગયો કાળો કાનૂડો,
ખૂબ ખુશી મળી આજ રાધા નાચી,
હંમેશા મીરાંના તંબૂરે રાધા નાચી,
શમણાંમાં રાચતી આજ રાધા ખીલી,
નયને પાંપણ પાથરતી આજ રાધા ખીલી,
ઘૂંઘરુ બાંધી થા.. થા.. થઈ રાધા નાચી,
ઘૂંઘટમાં મીઠું શરમાતી આજ રાધા નાચી,
મળી ગયો આજ મનનો માણીગર કાનો,
આંખનું કાજળ ચોરી ગયો મનોહર કાનો.