જય જય ગોપાલ
જય જય ગોપાલ
1 min
206
માધવની નગરી અને ગોકુલનો લાલો,
વૃંદાવનનો કાનો જય જય ગોપાલ,
જશોદાનો લાલો, દેવકીનો દુલારો,
વૃંદાવનનો કાનો જય જય ગોપાલ,
મોરપીંછવાળો, વાંસળીવાળો,
વૃંદાવનનો કાનો જય જય ગોપાલ,
ગાયોનો ગોવાળ, મથુરાનો રખેવાળ,
વૃંદાવનનો કાનો જય જય ગોપાલ,
પીળું પીતાંબર ધારી, ભાલે તિલક ધારી,
વૃંદાવનનો કાનો જય જય ગોપાલ,
રાધાનો કૃષ્ણ, કૃષ્ણની રાધારાની,
વૃંદાવનનો કાનો જય જય ગોપાલ,
યમુના નદીને કાંઠે, કદંબની ડાળે,
વૃંદાવનનો કાનો જયજય ગોપાલ.
