મા
મા


મા મને તારા પાલવમાં સંતાડ,
મને તારી મીઠી યાદ આજ આવે છે.
મા મને તારા સ્મિતથી આજ રમાડ,
મને તારો પાલવ આજ યાદ આવે છે.
મા મને તારા હાથે ચાંદાપોળી જમાડ,
મને તારું મુખડું આજ યાદ આવે છે.
મા મને હેતે હાલરડું ગવડાવ,
મને તારાં મીઠાં ગીત યાદ આવે છે.
મા મને તારા મુખેથી મીઠું ચુંબન કરાવ,
મને તારું મુખડું મલક મલક યાદ આવે છે.
મા મને પા પા પગલી આજ ભરાવ,
મને તારી પાયલની ઘૂઘરી યાદ આવે છે.
મા મને આજ તારી લાડકડી બનાવ,
મને તારી લાગણીની મીઠાશ યાદ આવે છે.
મા મને આજ તારા ખોળે શયન કરાવ,
મીનુ ને આજ મા બહુ યાદ આવે છે.