રામનવમી
રામનવમી

1 min

144
પડ્યાં દુઃખ અનેક છતાંય,
રામ ક્યાં કરે છે ફરિયાદ !
માતા પિતાની આજ્ઞાને ખાતર,
રામ ચૌદ વરસ વનવાસમાં ગયાં,
સાથે જાનકી અને લક્ષ્મણ વનમાં સાથ,
છતાંય રામ ક્યાં કરે છે ફરિયાદ !
કામ, ક્રોધ, મદ, લોભ, મોહ સદાય,
હતો મોહ કૈકેયીને, અપાવી ગાદી પુત્રને,
રામ તો રામ હતા, યાદ કરે છે આખું જગત,
સાથે જાનકી અને લક્ષ્મણ વનમાં સાથ,
ભરત રામપાદુકા લઈ રાજગાદી પર કરે સેવા,
છતાંય રામ ક્યાં કરે છે ફરિયાદ !