મા દુર્ગા
મા દુર્ગા
મા દુર્ગા પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રી,
વૃષભ પર આરૂઢ,
ત્રિશૂળ જમણે હાથ, કમળ પુષ્પ ડાબે હાથ,
પ્રથમ દિવસે પૂજન મા શૈલપુત્રી,
મા દુર્ગા દ્વિતીય સ્વરૂપ મા બ્રહ્મચારિણી,
તેનું આચરણ કરવાવાળી મા બ્રહ્મચારિણી
જેની માળા જમણે હાથ, કમંડળ ડાબે હાથ,
દ્વિતીય દિવસે પૂજન મા બ્રહ્મચારિણી,
મા દુર્ગા તૃતિય સ્વરૂપ મા ચંદ્રઘટા,
કપાળે અર્ધ ચંદ્રાકાર ઘંટ,
દસે હાથ ખડ્ગ, બાણ, તલવાર, ધનુષ,
તૃતિય દિવસે પૂજન મા ચંદ્રઘંટા,
મા દુર્ગા ચતુર્થ સ્વરૂપ મા કુષ્માંડા,
મા કુષ્માંડાએ બ્રહ્માંડની રચના કરી
અષ્ટભુજામાં સર્વ સિધ્ધીદાયક જપમાળા
ચતુર્થ દિવસે પૂજન કુષ્માંડા,
મા દુર્ગા પંચમે સ્વરૂપ મા સ્કંદમાતા,
કમળ પુષ્પ બંને ભૂજામાં
બાળસ્વરૂપ ભગવાન એક ભૂજામાં,
વરમુદ્રા ચોથી મહાભૂજામાં,
મા દુર્ગા છઠ્ઠે સ્વરૂપ મા કાત્યાયની,
સિંહવાહિની આરૂઢ,
એક હાથમાં તલવાર, બીજે કમળ પુષ્પ,
તૃતિય હાથ અભયમુદ્રા, ચોથે વરમુદ્રા,
છઠ્ઠે દિવસે પૂજન મા કાત્યાયની,
મા દુર્ગા સાતમે સ્વરૂપ મા કાલરાત્રિ,
ગદર્ભ કાલરાત્રિનું વાહન, સદૈવ શુભ ફળદાયિની,
સાતમે દિવસે પૂજન મા કાલરાત્રિ,
મા દુર્ગા આઠમે સ્વરૂપ મહાગૌરી,
વૃષભ આરૂઢ, શ્વેત વસ્ત્ર ધારણ,
આઠમે દિવસે પૂજન મહાગૌરી,
મા દુર્ગા નામે સ્વરૂપ સિધ્ધીદાત્રી,
અર્ધનારેશ્વર સ્વરૂપ, એક હાથમાં ચક્ર,
બીજે શંખ ત્રીજે ગદા, ચોથે કમળપુષ્પ,
નવમે દિવસે પૂજન સિધ્ધીદાત્રી.