સત્યનાં પારખાં
સત્યનાં પારખાં
1 min
340
ના કરશો સત્યનાં પારખાં,
ગુલાબનાં કંટક જેવા છે આકરાં
ના કરશો પ્રેમના પારખાં પ્રભુ,
કર્યો છે સાચો પ્રેમ છતાંય લો છો પારખાં,
ના કરશો આ મૂક પ્રેમની પરીક્ષા,
ના કરશો પ્રેમના પારખાં પ્રભુ,
ખીલ્યું છે પ્રીતનું પુષ્પ હૃદય કમળમાં,
કરશો આઘા અમને તો કરમાઈ જાશું,
ના કરશો પ્રેમના પારખા પ્રભુ,
ઝેર દેશો તો અમૃત માની પી જાશું,
પણ, પારકા માનીને ના દૂર કરશો,
ના કરશો પ્રેમના પારખાં પ્રભુ,
અમારો પ્રેમ પળ બે પળનો નહીં,
પણ જિંદગીભરની જિદ છે,
ના કરશો પ્રેમના પારખાં પ્રભુ.
તમારાં નામ સાથેનો છે સત્સંગ,
બસ એ જ છે અમારી અભ્યર્થના,
ના કરશો પ્રેમના પારખાં પ્રભુ.
