બહાનું શોધુ છુ
બહાનું શોધુ છુ
સંધ્યા એ ઓઢ્યો છે રેશમી ઘૂંઘટ,
આછી પીળી લાલ ઓઢણીમાં પ્રિયે,
વાત કરવાનું આજ પણ બહાનું શોધુ છું પ્રિયે.
શરમાતી ઘૂંઘટમાં મારી નીલી આંખડી,
ઢળતી પાંપણમાં તારી આંખડી પ્રિયે,
વાત કરવાનું આજ પણ બહાનું શોધુ છું પ્રિયે.
મળવા આતુર છે પૂનમની રાતડી,
અર્ધ નિંદ્રામાં છે મારી આંખડી પ્રિયે,
વાત કરવાનું આજ પણ બહાનું શોધુ છું પ્રિયે.
હું એક એક શ્વાસમાં રાખુ તને,
તકદીરમાં નથી છતાંય ચાહું છું તને પ્રિયે,
વાત કરવાનું આજ પણ બહાનું શોધુ છું પ્રિયે.
>ઈચ્છા છે કે સાત જનમો સુખ આપુ તને,
સાત જન્મો બનીને રહું તારી પ્રિયે,
વાત કરવાનું આજ પણ બહાનું શોધુ છું પ્રિયે.
સપનું બની હું યાદમાં પામુ તને,
સરકી જતી પળોમાં હું પામુ તને પ્રિયે,
વાત કરવાનું આજ પણ બહાનું શોધુ છું પ્રિયે.
દિલ દરિયામાં સાચવું તને,
આંખોનાં કાજળમાં રાખું તને પ્રિયે,
વાત કરવાનું આજ પણ બહાનું શોધુ છું પ્રિયે,
હરહંમેશ તારા ગાલના ખંજને પામું તને,
સ્વર્ગને પણ ભૂલાવું હું તને પ્રિયે,
વાત કરવાનું આજ પણ બહાનું શોધુ છું પ્રિયે.