આંખોના પલકારે
આંખોના પલકારે
1 min
13.1K
વર્ષો વિત્યાં,આંખોના પલકારે;
મનડા મોહયાં, આંખોના પલકારે.
કેવી છે આ કુદરતની નિશાની;
શબ્દો બોલ્યા, આંખોના પલકારે.
પ્રેમીઓ પણ કેવો જુગાર રમે;
બાજી હાર્યા, આંખોના પલકારે.
એની આંખોમાં લાગે કાજળ ને;
દર્પણ તૂટ્યા, આંખોના પલકારે.
કોઈ એની આંખોમાં ના ડૂબ્યાં;
પણ પછડાયા, આંખોના પલકારે.