STORYMIRROR

Deepak Solanki

Inspirational

3  

Deepak Solanki

Inspirational

ડગલા ભરો

ડગલા ભરો

1 min
14.3K


હળવે  પગે  ડગલા ભરો 

ફૂલો  બની  નીચે  ખરો 

જાણે અજાણે  ભૂલ થઈ  

મસ્તક  નમાવી  ના  ફરો 

સૂરજ  ઉગે  કે  ના ઉગે 

સપના  બધા  પુરા  કરો 

છે આંગળી  પર્વત  નીચે 

સૌ  કૃષ્ણને  મનથી  વરો 

આ હાર તો  સૌને  મળે

તણખું બની  સાગર તરો 

જે છે એ આ છે, ને પછી 

પાછા  પગે  રસ્તે   ફરો 

સાચો છું તો કરશો મદદ 

ખોટી  બડાઈ  ના   કરો 

કવિતા તો લખશે જ 'રહીશ'

બળતા દીવા  થોડા  ઠરો 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational