STORYMIRROR

Deepak Solanki

Tragedy

3  

Deepak Solanki

Tragedy

જોયા છે મેં

જોયા છે મેં

1 min
27K


અડધી રાતે એવા સપના જોયા છે મેં,

ઓશિકાને આજે રડતા જોયા છે મેં.

મૌન તણા આંસુઓની શું વાત કરું હું,

આખો ફરતે ડાગા ગમના જોયા છે મેં.

આગળ વધતી વેળે પગ તાણે છે કોઈ,

બીજા તો નહિ માણસ ખુદના જોયા છે મેં.

યાદોના બાવળ ઉગે કે ના ઉગે પણ,

સંધ્યા ટાણે ફૂલો ખરતા જોયા છે મેં.

એક તરફ આપ અને એક તરફ હું, દ્વારે,

મૂંગા મોઢે ચ્હેરા રડતા જોયા છે મેં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy