બઢતીની ખુરશી
બઢતીની ખુરશી
બઢતી મળી છે નોકરીમાં
સરકારી નોકરમાંથી,
ત્યારે ઉચાં સપના ધોઇ નાખ્યાં
પરિવારના માળામાંથી,
ડાઘ ઘણા લગાવ્યા મેં
ખુદના શરીર પર,
નવા ખાડા ખોદાય છે
હજુ પણ આ ખીણમાં,
ફાઇલો અને કાગળોએ
સજાવી છે દુનિયા મારી,
ઘરની દિવાલો મુંજાઇ ગઇ
આ બહારી સજાવટ થી,
ને તફાવત થઇ ગયો
એ સભ્યોનાં દિલમાં,
પારકાને જીતી લીધા
પોતીકાને હારી ગયો હું,
આખી જવાની તો ગઈ,
ઘડપણ પણ શરુ થઇ ગયું,
એ ખુરશીને પોતાની ગણી
ફળિયાનાં ડાળીઓ કપાઇ ગઇ,
થડ બની ગયો હું આજે !
સળંગ જિંદગી જીવવાને માટે
ભીંજાતા રંગોને સુકાવતો રહ્યો,
ત્રાજવામાં તોલું જવાબદારી તને
ત્રાજવામાં પ્રેમ સામે હારી ગયો !
હા, કદર તો સહું કોઇએ કરી
ખુદનાં ફળિયામાં જ વગોવાતો રહ્યો,
નથી અભિમાન ખુરશીનું
ઉપયોગ સહું કોઇ કરે છે
નિ:સ્વાર્થે મદદગાર રહ્યો,
અહીં એક જ સ્થળ પર
ઘુંટી નાખી જીવનની પાટી,
કરમાઇ ગયેલું ફુલ માત્ર રહી ગયો !
સમર્પિત કરી સમગ્ર જિંદગી
નિયમિતતાથી નીભાવી સઘડા કર્તવ્ય,
વધુ પકડીને રાખવામાં
પાછળ છોડાઇ ગયું બધું,
“છોડી દેવું” કહી દીધું જ્યારે
“પકડેલું” કાંઇ ન રહ્યું,
ખુરશી તો ત્યાં જ રહી ગઇ
સુગંધ કિર્તીની પ્રસરાવતી,
ઘર ઉજ્જડ બની ગયું !
ખાટા મત ભેદ થોડા થઇ ગયા
ને મીઠા સપના બધા
પવન સાથે જ ઉડી ગયા !
કિંમત નથી સમજાતી એ ખુરશીની
ગાદી અસંખ્ય વેદનાથી ગુંથાયેલી છે !
કોઇનો દીવો પ્રગટાવ્યા
ઘરનો દિવો ઓલવ્યો છે!
શું કહું મુંજવણ હુ તને
ખુદમાં જ તે ઉલ્જાવ્યો છે!
નથી રહ્યું લાગણીનું બિંદુ કોઇ
જવાબદારી ને નિભાવવા
એ બિંદુ જ ભુસાઇ ગયું અહી!
