STORYMIRROR

Pushpa Maheta

Inspirational Romance Tragedy

4  

Pushpa Maheta

Inspirational Romance Tragedy

શું હશે?

શું હશે?

1 min
28K


બે જણાની ચાહમાં પણ આહ જેવું શું હશે?

લાગણી સંબંધમાં કંકાસ જેવું શું હશે?

જિંદગીની સાંજનો કાળોખ તો ઘેરો થયો

તોય ઘેલા માનવીમાં આશ જેવું શું હશે?

શબ્દને કોરી કવિ તો ભીતરે સરતા ગયા,

શબ્દની સર્વાનીમાં મધુમાસ જેવું શું હશે?

જે સંબંધો પોતિકા માનીને હુંફાળા કર્યા,

એ મુલાયમ ધાબળીમાં ફાંસ જેવું શું છે?

જ્યાં પ્રણય ત્રિકોણ ત્યાં સંબંધ ભાગાકારના,

સ્નેહના વર્તુળમાં પણ વ્યાસ જેવું શું હશે?

કોલ સામે કોલ આપી જિંદગીભર ઝૂરતા,

પ્રેમીઓમાં આપસી વિશ્વાસ જેવું શું હશે?

મન મુજબનું મેળવી ઘર, વાર- બધું ગમતું કર્યું!

તોય જીવનમાં તડપ અને પ્યાસ જેવું શું હશે?

કાન ગોપી ભાન ભૂલી એકરૂપ થઈને ઝૂમ્યા,

રાધિકાની કુંજગલીમાં રાસ જેવું શું હશે?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational