STORYMIRROR

Pushpa Maheta

Inspirational Others

3  

Pushpa Maheta

Inspirational Others

જોયા કરું

જોયા કરું

1 min
7.0K


મૌન થઇ ચૂપચાપ બસ જોયા કરું,

આયખાને હર પળે ખોયા કરું.

સ્વપ્ન સોનેરી નવા ક્યાં છે હવે,

છમ્મલીલા ઘાંવ વાગોળ્યા કરું.

જે મળી છે વેદના-સંવેદના,

આંસુથી એકેક ને ધોયા કરું.

નાડ ચાલે છે જીવન પણ ચાલશે,

એજ શ્રધ્ધા શ્વાસમાં ટોયા કરું.

દિલ જલે છે કે શમા કોને ખબર!

રાખમાં મારી જ આળોટયા કરું. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational