Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Mrugtrushna Tarang

Inspirational

5  

Mrugtrushna Tarang

Inspirational

હોંકારો એ આપશે

હોંકારો એ આપશે

1 min
473

ક્યાંક હશે ખોવાયો એ કલરવ શોધ ત્યાં,

તને મને જોઈ સાંજ ફરી ક્ષિતિજે મળશે,

પંખી ઊડાઊડ કરી કશુંક જો તને કહેતા

કે વડલો પણ ભાષા શીખી વાતો કરશે.

રે જીવ ! આંખો શિશુની વાંચ તો જરા,

નક્કી ત્યાંજ તને ઈશનું સરનામું મળશે.

શબ્દો વાપરજે ભૂલચૂક વગર હોં કે !

નૈં તો એના ય પડછાયા મહીં ભડકાશે.

છબછબિયાં ન કર જ્યાં મઝધાર ઉગારે,

કાંઠો થયો ગોઝારો, તારશે ન તને ડૂબાડશે.

સજ્જન શોધ્યે ન જડે, દુર્જન ઢેઢે પિટાય,

આતમને ઓળખી નમે તે જ સૌને ગમશે.

ભીંત ન બાંધશો માવતરના સ્નેહની પડખે

અંતર વાંચી લૈશ, તો, હોંકારો એ આપશે. 

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational