STORYMIRROR

Mrugtrushna Tarang

Others

3  

Mrugtrushna Tarang

Others

ગાર્ડન લિઝર્ડ ~ મતલબી પશુ

ગાર્ડન લિઝર્ડ ~ મતલબી પશુ

1 min
117

જ્યારે થવા લાગે છે 

વિચારોને શંકાના ઘા,

ત્યારે 

સંબંધ લથડવા લાગે છે.

અને

ત્યારે,

હાથઘોડી રૂપી સૉરી

પણ ડગમગવા લાગે છે.

અને,

આંખો સુધી આવીને 

વહી ના શકે,

એ, આંસુઓનું મૂલ્ય કોઈ 

કહી ના શકે

વેળ સવેળ જે 

સાચવી ન શકે,

એ, બીમારીનાં નામનું

સમીકરણ જ બદલતાં હોય છે.

તથા,

પોતાનો વાંક, બીજા પર

થોપી, છટકબારીથી

પલાયન થવા લાગે છે.

ને,

બીમારની દેખરેખ રાખવાના

નામે, 

હાથ ઊંચો રાખવા લાગે છે.

વખતે વખતે

સંભળાવી પણ જાણે છે..

ને

મજાક મશ્કરીનાં બહાના હેઠળ

મનની વાત ચોપડવા લાગે છે..

બસ,

એને ટેકો આપવામાં જ

ખચકાટ અનુભવવા લાગે છે !



Rate this content
Log in