Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mrugtrushna Tarang

Drama Tragedy Inspirational

3  

Mrugtrushna Tarang

Drama Tragedy Inspirational

ખરો સંસાર

ખરો સંસાર

2 mins
180


શું આને જ કહેવાતો હશે ખરો સંસાર !

ટપલા મારી મારીને પછી, માફી

માંગવાનો શોધાતો હશે તગડો આધાર.. !

શું આને જ કહેવાતો હશે ખરો સંસાર !


ગણી ગણીને ભૂલોનો ઢગલો ઢોળતો જ્યાં,

દૃષ્ટાંત કહી રસીદ ફાડતો હશે કોરો વાર !

કે પછી, કાળજીનું દૈ નામ, 

વિશ્વાસે ડૂબાડતો હશે બુદ્ધિમત્તાનો ભાર !   

શું આને જ કહેવાતો હશે ખરો સંસાર.. !


લેણદેણ જેવું શું ખરા સંબંધોમાં હોતું હશે !

કે પછી, સંબંધ એટલે સ્વાર્થ એ ખરું હશે !

દોસ્તી, યારીને દુનિયાદારીમાં તોલતો દરેક માણસ,

માનવ તરીકેની, શું ખરી લાયકાત

નક્કી ધરાવતો હશે માનવતાનો અણસાર.. !

શું આને જ કહેવાતો હશે ખરો સંસાર.. !  


ખોદી ખોદીને ઘાવ નાસૂર કરવાને ઉતાવળો

શાને થાતો જર જમીન મેળવવાને સ્વજનો !

કેમ સંપત્તિ વિના નથી જાળવી શક્તા લોકો

સગપણ, મૈત્રી, પ્રેમ, સદ્દભાવના, વાત્સલ્ય ને માણસાઈ.. !

માન કેમ કેળવી ન શકતો બીજાનું પોતા સિવાય બીજાનું.. !?

સહોદર હોય કે પછી હોય એ પ્રેમી

દેહસુખ માણી અણગમો સેવનાર.. !

શું આને જ કહેવાતો હશે ખરો સંસાર.. !


કમજોરી ખુદની મિટાવવા અન્યાય કરવાથી

ન ચૂકતો જે, ન્યાયની પરિભાષા શીખવતો એજ સૌને કમક્કલ કહી મદમસ્ત મ્હાલતો,

સમકક્ષી મળતાં ધમકીઓ ઉલેચતો, ને પડતું

જ્યાં પાસું ઉલ્ટું કે છોડી જવાને બહાદુરી ગણાવતો.. !

સંદર્ભ વગર હંમેશ ઊભો કરતો લઢવાર,

શું આને જ કહેવાતો હશે ખરો સંસાર.. !


તો, નથી હું લાયક આ જગતને પ્રભુ !

તેડી લ્યે હવે તો તવ આ નાલાયક જીવને !

ન કર હવે મજબૂર એને વધુ કરગરવાને, કે,

આ ફાની દુનિયામાં રહેવાને ન્થ કેળવી શકતી

એ સ્વાર્થ તણી મોટાઈ, કટુતા, બદસલૂકી ને અપમાનભર્યો વ્યવહાર.. !

તો લઈ જા રે કાન્હા તવ આ ગોપીને તત્કાળ

કે ન ફાવ્યો એને આ કહેવાતો ખરો સંસાર !           


Rate this content
Log in