Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

'Sagar' Ramolia

Drama Tragedy

4.7  

'Sagar' Ramolia

Drama Tragedy

આ બધાં સાથે જ છે

આ બધાં સાથે જ છે

1 min
389

ટાંગ આડી નાખવામાં આ બધાં સાથે જ છે,

રાહ વચ્ચે પાડવામાં આ બધાં સાથે જ છે.

દોરડું નાખી ઉતારે ઊંડા કૂવામાં પછી,

લાગ જોઈ કાપવામાં આ બધાં સાથે જ છે.

હોય રોજેરોજ વાતો એમની પાસે નવી,

ગામગપ્પા મારવામાં આ બધાં સાથે જ છે.

રોજ મીઠી-મીઠી મારી સાથ કેવો આપતાં!

ટાણે આડા ફાટવામાં આ બધાં સાથે જ છે.

આમ તો 'સાગર' વખાણીને પલાળે ખૂબ એ,

ને મસાણે બાળવામાં આ બધાં સાથે જ છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama