Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Tragedy

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama Tragedy

અરણ્ય રૂદનના પડઘા..

અરણ્ય રૂદનના પડઘા..

1 min
189

એનાં ગયા પછી આ નજરમાં કંઈક ખટકી રહ્યું,

એક સરોવર સ્નેહનું ડૂમો બનીને અટકી રહ્યું,

સંભળાય તો સાંભળ તું અરણ્ય રુદનના પડઘા,

આ કોણ આખી રાત નિશાચર બની ભટકી રહ્યું,

એક ટીપું આશાનું અંતર આકાશેથી ખરી તો ગયું,

પાંપણોની ધરતી પહેલા ન જાણે ક્યાં એ લટકી રહ્યું,

તું આવીશ જ આ મારી જ મને હૈયાધારણાં હું આપું,

પછી પવન પેઠે આ મુઠ્ઠીઓમાંથી કોણ સરકી રહ્યું,

એક "પરમ" તડપ લઈને યુગોથી ભટકે રૂહ મારી,

હર જન્મે હાથતાળી દઈ કોણ "પાગલ" છટકી રહ્યું!

Rate this content
Log in

Similar gujarati poem from Drama