મેળવી લે નજર
મેળવી લે નજર


ગાલગાગા ગાલગાગા ગાલગા
ડૉ.સત્યમબારોટ
મેળવી લે તું ખુદાથી જો નજર,
દુઃખ બધાએ થઇ જશે સૌ બેઅસર.
પ્રેમ એનો હોય શાને બેઅસર,
હોય છે કણકણ મહીં એની અસર.
વાયદો ના હોય એના પ્રેમમાં,
ચાહતો સૌને સદા મીઠી નજર.
સુખ બધાને આપશે એ ઉમ્રભર,
જિંદગીમાં દુઃખ નહીં રહે લેશભર.
જિંદગી એની જવાની બેઅસર,
જે ખુદાથી કાયમી રહે બેખબર.