ઇતિહાસ બદલ્યો છે
ઇતિહાસ બદલ્યો છે
ગાગાગા ગાગાગા ગાગાલ ગાગાગા
પાણીથી ન્હાઈ તેં લિબાસ બદલ્યો છે,
પરસેવે ન્હાઈ મેં ઇતિહાસ બદલ્યો છે,
શબ્દે શબ્દે તેં ખાલી પ્રાસ બદલ્યો છે,
તારા માટે મેં જીવન શ્વાસ બદલ્યો છે,
દીવા હોલવવા તેં તો જિંદગી કાઢી,
જાતો બાળી મેં તો ઉજાસ બદલ્યો છે,
શંકા ઇર્ષાથી તેં જીવનને રણ કીધું,
વ્હાલપ સીંચીને મેં લીલાશ બદલ્યો છે,
ખુલ્લો કર્યો છે તેં ક્યાં શ્વાસ જીવનનો,
આઝાદીના નામે તેં પાશ બદલ્યો છે.